ગણેશના ત્રીજા અવતાર મહોદર વિશે બે વાર્તાઓ પ્રચલિત છે. બંને કથાઓમાં મોહસુરને હરાવવા ગણપતિ બાપાએ આ લીધો હોવાનું કહેવાયું છે. તેમજ બંને કથા તારકાસુર સાથે પણ સંકળાયેલી છે. ગણપતિ મહોત્સવના ચોથા દિવસે જાણીએ પુરાણોમાં ઉલ્લેખ થયેલી દુંદાળા દેવના મહોદર અવતારની રસપ્રદ કથા. પ્રાચીન કાળમાં તારક નામનો અત્યંત દારુણ અસુર હતો. તે બ્રહ્માના વરદાનથી ત્રિલોકનો સ્વામી બની ગયો હતો. તેના શાસન દરમિયાન દેવતા અને મુનિઓ ખૂબ દુ:ખી રહેતા હતા. અને તેઓ વનોમાં રહીને પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. અસુરના ત્રાસથી બચવા દેવતાઓ અને ઋષિઓએ લાંબા સમય સુધી શિવનું ધ્યાન કર્યુ. ત્યારે શંકર ભગવાન સ્માધિસ્થ હતા. આથી, દેવતાઓ અને મુનિઓએ માતા પાર્વતીની શરણ લીધી. દેવી પાર્વતીએ શિવજીની સમાધિ ભંગ કરવા અત્યંત રુપવતી યુવતી ભીલનીના રૂપમાં શિવના આશ્રમમાં ગયા. તે સુગંધિત ફુલો દ્વારા અત્યંત મોહ ઉત્પન્ન કરી રહ્યા હતા. આથી, મહાદેવની સમાધિ તૂટી. તેમણે સુંદરીને જોવા આંખો ખોલી તે અદ્રશ્ય થઈ ગઈ. ત્યારે શિવના દ્વારા અત્યંત મોહિત પુરૂષ મોહ ઉત્પન્ન થયો. તે અત્યંત સુંદર અને જ્ઞાની હતો. ત્યારબાદ શિવ પાર્વતીની લીલા સમજી જતા ક્રોધિત થઈને કામદેવના શરીરને બાળી નાખ્યું. શાપમુક્ત થવા માટે કામદેવે મહોદરની આરાધના કરી. મહોદર પ્રકટ થયા, કામદેવ ગળગળા થઈને તેમની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે પ્રસન્ન થઈને મહોદર બોલ્યા - 'હું શિવના શાપને તો દૂર નથી કરી શકતો, પણ તમને રહેવા માટે બીજુ શરીર આપી રહ્યો છુ. આમ કહીને તેમને કામદેવને નિવાસ યોગ્ય શરીર અને સ્થાનોનું વર્ણન કર્યુ.' વધુમાં, વરદાન આપતા કહ્યું કે, 'શ્રીકૃષ્ણના અવતરિત થયા પછી તું તેમનો પુત્ર પ્રદ્યુમ્ન થઈશ.' જ્યારે અન્ય એક કથા અનુસાર કાર્તિકેયએ તારકાસુરનો વધ કર્યો, ત્યારે રાક્ષસોના ગુરુ શુક્રાચાર્યએ મોહસુર નામના રાક્ષસને દેવતાઓ વિરુદ્ધ ઉભો કર્યો. દેવતાઓએ મોહસુરથી મુક્તિ મેળવવા માટે ગણેશની પૂજા કરી હતી. ત્યારબાદ ગણેશે મહોદરનો અવતાર લીધો. મહોદર મૂષક પર બેસીને મોહાસુર પાસે પહોંચ્યા ત્યારે વગર લડયે જ મોહાસૂરે ગણપતિને પોતાના ઇષ્ટ બનાવ્યા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..