મોરબી : મોરબી જિલ્લામાં જિલ્લા પોલીસ વડા દ્વારા ત્રણ પીઆઇ અને ત્રણ પીએસઆઇની અરસપરસ બદલી કરવામાં આવી છે. લીવ રીઝર્વ પર રહેલા પીએસઆઇ એચ.આર.હેરભાની ટંકારા પોલીસ મથક ખાતે, પીએસઆઇ સી.એમ.કરકરની રીડર ટુ વિભાગીય પોલીસ અધિક્ષક કચેરી મોરબી ખાતે, પીએસઆઇ એમ.જે.ધાંધલની હળવદ પોલીસ મથક ખાતે તેમજ લીવ રીઝર્વ પર રહેલા પીઆઇ કે.એ.વાળાની મોરબી તાલુકા પોલીસ મથક ખાતે, પીઆઇ એચ.એ.જાડેજાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ,પીઆઇ એમ પી.પંડ્યાને મોરબી ખાતે લીવ રીઝર્વ પર મૂકી પીઆઇ એમ.પી. પંડ્યાને એસઓજી મોરબીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.