પોલીસ, એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી વચ્ચે યોજાયેલી સ્પોર્ટ્સ મીટમાં મોરબીની વોલીબોલ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી, રસ્સા ખેંચની ફાઇનલ 15 તારીખે રમાશેમોરબી : ગુજરાત પોલીસના એડીજીપી એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી, ગાંધીનગર દ્વારા પોરબંદરની ચોપાટી ખાતે 8 તારીખથી 'ઇન્ટર કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ મીટ 2026' નું આયોજન કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોના જિલ્લાઓની પોલીસ, એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી વચ્ચે આ સ્પોર્ટ્સ મીટમાં વિવિધ મેચો રમાઈ રહી છે. આ સ્પોર્ટ્સ મીટમાં કુલ 5 ઇવેન્ટ્સ રાખવામાં આવી હતી.મોરબી પોલીસે 3 રમતોમાં લીધો ભાગઆ સ્પોર્ટ્સ મીટમાં મોરબી એસપી મુકેશ પટેલ અને આરપીઆઇ ચૌહાણના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસ દ્વારા કુલ 5 માંથી 3 ઇવેન્ટમાં ભાગ લેવામાં આવ્યો હતો. મોરબીની ટીમે કબડ્ડી, વોલીબોલ અને રસ્સા ખેંચ (ટગ ઓફ વોર) માં પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું. પરિણામ સ્વરૂપ મોરબીની ટીમ 1 ઇવેન્ટમાં ફાઇનલમાં પહોંચી છે, 1 ઇવેન્ટમાં સેમી ફાઇનલમાં હારી ગઈ છે અને 1 ઇવેન્ટમાં પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.વોલીબોલમાં સેમી ફાઇનલ સુધીની સફરવોલીબોલની રમતમાં મોરબી પોલીસની ટીમે શાનદાર પ્રદર્શન કરતા સેમી ફાઇનલ સુધીની સફર તય કરી હતી. જોકે, સેમી ફાઇનલ મેચમાં પોરબંદરની ટીમ સામે મોરબીની ટીમનો પરાજય થયો હતો. જ્યારે કબડ્ડીની ઇવેન્ટમાં મોરબીની ટીમ પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ હતી.રસ્સા ખેંચમાં મોરબીની ધાક, ફાઇનલમાં પ્રવેશઆ સ્પોર્ટ્સ મીટમાં સૌથી વધુ રોમાંચ રસ્સા ખેંચ (ટગ ઓફ વોર) ની રમતમાં જોવા મળ્યો હતો. હેડ કોન્સ્ટેબલ રાજેશ બોરીચાની કેપ્ટનશીપ હેઠળ મોરબીની ટીમે રસ્સા ખેંચની ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ ટીમે શાનદાર રમત દાખવીને ભાવનગર અને પૂર્વ કચ્છની ટીમને પછાડીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ ઇવેન્ટમાં તેમને 1 બાય પણ મળ્યો હતો.15 તારીખે રમાશે ફાઇનલઅન્ય કાર્યક્રમોને પગલે રસ્સા ખેંચની ફાઇનલ મેચ હવે આગામી 15 તારીખના રોજ પોરબંદર ચોપાટી ખાતે રમાશે. મોરબી પોલીસના જવાનોના આ પ્રદર્શનથી પોલીસ બેડામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફાઇનલ મેચ માટે ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.#MorbiUpdate #MorbiPolice #SportsMeet2026 #TugOfWar #Porbandar #GujaratPolice #MorbiNews #CoastalSecurity #Morbi