મોરબી : મોરબીની પી.જી. પટેલ કોલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને જતીનભાઈ આદ્રોજાની પ્રેરણાથી કોલેજમાં અભ્યાસ સાથે રમત-ગમતની પ્રવૃત્તિઓ પણ યોજાતી હોય છે. જે અંતર્ગત કોલેજ દ્વારા સરદાર પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ, વાવડી ખાતે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ટુર્નામેન્ટમાં કોલેજના તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ અલગ અલગ ટીમ બનાવીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં લીગ મેચ, ત્યારબાદ સેમીફાઈનલ મેચ અને અંતમાં તારીખ 7 ફેબ્રુઆરીના રોજ ફાઈનલ મેચ યોજાઈ હતી. અંતિમ ફાઈનલ મેચ FY B.COM (ENG.MED.) અને SY BBA ની ટીમ વચ્ચે યોજાઈ હતી. રોમાંચક મેચના અંતે SY BBAની ટીમ ચેમ્પિયન બની હતી.સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મેન ઓફ ધ મેચના ખિતાબ આપવામાં આવ્યા હતા. સમાપન સમારોહમાં બેસ્ટ બેટ્સમેન તરીકે ધવલ બરાસરા (FY B.COM), બેસ્ટ બોલર તરીકે દર્શન ગોંડલીયા (SY BBA), પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે અક્ષયરાજસિંહ ઝાલા (SY BBA) સમ્માનિત થયા હતા. વિજેતા ટીમને કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ તકે વિજેતા ટીમને તથા વિવિધ ઇનામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટના સફળ આયોજનમાં કોલેજના સ્ટાફે ખુબ જહેમત ઉઠાવી હતી.