પ્રજા માટે પોલીસ સક્રિય નેતાઓ હજી ડોકતા પણ નથી ટંકારા : ટંકારા તાલુકાની વણસતી સ્થિતિ ને કાબુમાં લેવા માટે માસ્ક સોશિયલ ડિસ્ટનસિંગ જાગૃતિ અને નિયમોનું ચુસ્ત પાલન કરવામાં ટંકારા પોલીસે કમર કસી છે અને ધોમધખતા તાપમા પણ પોલીસ સઘન ચેકીંગ હાથ ધરી પ્રજાને મહામારીમાંથી બચાવવા મહેનત કરી રહી છે, જો કે આશ્ચર્ય તો એ વાતનું છે કે આ ગંભીર સ્થિતિમાં હજુ પણ નેતાઓ દૂર સુ દૂર સુધી ક્યાંય ડોકાતા નથી. ટંકારામાં કોરોના મહામારી સામે જંગ છેડી પોલીસ દ્વારા જનજાગૃતિ માટે કમર કસવામાં આવી છે ટંકારા પીએઆઈ બી.ડી.પરમાર, રાઈટર હેડ માવજીભાઈ ધ્રાંગા, ફિરોજખાન પઠાણ અને મુકેશભાઈ ચાવડા સહિતના પોલીસ જવાન નગરજનો માટે ફિલ્ડમા ઉતર્યા છે અને નિયમો પાળી આ વૈશ્વિક મહામારી માથી સૌને બચાવવા સુચના આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા પોલીસ દ્વારા ભલાઈનુ ટેબલ શરુ કર્યુ છે અને જેણે માસ્ક દાન આપવુ હોય તે આપી જાય અને જેણે જરૂર હોય તે લઈ જાયની સુંદર વ્યવસ્થા પણ કરી છે.