મુખ્ય રોડ ઉપરથી નીકળતા વાહનોની તપાસ, વાહન ચાલકોનું બ્રેથ એનેલાઈઝર વડે ચેકીંગ મોરબી : મોરબીમાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું છે. જેમાં શહેરના મુખ્ય રોડ ઉપર નીકળતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત વાહન ચાલકોને બ્રેથ એનેલાઈઝર વડે પણ તપાસવામાં આવી રહ્યા છે. થર્ટી ફર્સ્ટ નિમિત્તે દારૂની પાર્ટીઓ ઉપર લગામ રહે તે માટે જિલ્લાભરમાં પોલીસ સક્રિય બની છે. આજે એ ડિવિઝન વિસ્તારમાં ઉમિયા સર્કલ અને વીસી ફાટક પાસે તથા બી ડિવિઝન દ્વારા પણ શહેરમાં પ્રવેશવાના સ્થળ છે ત્યાં રાત્રીના સમયે ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. પોલીસ દ્વારા વાહનોને તપાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન ચાલકોનું બ્રેથ એનેલાઈઝર વડે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.