કલેકટર, મામલતદાર, ચીફ ઓફિસર, પીઆઇ સહિતનાઓ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાયું : રસ્તા પર પગપાળા જતા શ્રમિકોને અટકાવીને તેમના રહેઠાણમાં પરત જવાની અપીલ કરી હળવદ હળવદ શહેરમાં આજે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસને લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા પેટ્રોલિંગ કરાયું હતું સાથે જ હળવદ હાઈવે પર પગપાળા ચાલીને જતા શ્રમિકો કલેકટર ને ધ્યાને આવતા કલેકટર દ્વારા તેઓને અટકાવી પૂછપરછ કરાતા તેઓ માળિયા તાલુકા માંથી આવ્યા હોવાનું જણાતાં તાત્કાલિક જે વાડિએ મજૂરો રોકાયા હતા તે વાડી માલિકને ફોન કરી તેઓને લઈ જવા સૂચના આપી હતી સાથે શહેરમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ જાણી હતી જોકે કલેક્ટરે જણાવ્યું હતું કે હાલ હળવદમાં પરિસ્થિતિ એકદમ અંકુશમાં છે. આ પેટ્રોલિંગમાં જિલ્લા કલેકટર જે.બી.પટેલ, ડેપ્યુટી કલેક્ટર ગંગા સિંઘ, હળવદ મામલતદાર વી .કે સોલંકી, હળવદ પીઆઇ સંદિપ ખાંભલા, ચીફ ઓફિસર સાગર રાડીયા સહિતના અધિકારીઓ જોડાયા હતા. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/