ડીવાયએસપીની આગેવાનીમાં 10 પીઆઇ, 28 પીએસઆઈ સહિતના 600 અધિકારીઓ અને કર્મચારીઓનો બંદોબસ્ત : વાહનચાલકોનું બ્રેથ એનેલાઈઝર વડે ચેકીંગમોરબી : મોરબીમાં થર્ટી ફર્સ્ટને લઈને આજે પોલીસ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં દેખાઈ રહી છે. જિલ્લામાં 18થી વધુ જગ્યાએ નાકાબંધી ગોઠવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લા પોલીસ વડા પણ ફિલ્ડમાં ઉતર્યા છે. મોરબી જિલ્લામાં આજે થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ, હેડ ક્વાર્ટર, એસઓજી, એલસીબી, સ્ટાફ ચેકીંગની કામગીરીમાં જોડાયો છે. એક ડીવાયએસપીની આગેવાનીમાં 10 પીઆઇ, 28 પીએસઆઈ, હોમગાર્ડ જીઆરડી સહિત 600 જેટલો સ્ટાફ ફરજમાં છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ખાસ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ પણ ઉમિયા સર્કલ ખાતે આવી પોલીસ કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. વધુમાં પોલીસ દ્વારા દારૂનું સેવન કરનાર વાહનચાલકોને પકડવા માટે બ્રેથ એનેલાઈઝર વડે ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે.