૫૦ રીક્ષાઓનું ચેકિંગ, ૯ ડિટેઇન અને 4 સામે FIR નોંધાઈ; કાળા કાચવાળા વાહનો સામે પણ દંડાત્મક પગલા લેવાયામોરબી : મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા સતત ટ્રાફિકથી ધમધમતા એવા વિસ્તારોમાં આજે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા અનેક રીક્ષાચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. ટ્રાફિક પીઆઈ એચ.વી. ઘેલા, પીએસઆઈ ડી.બી. ઠક્કર, સોમૈયા અને એન.ઓ. અબડા અને તેમના સ્ટાફ દ્વારા શહેરના પૂનમ કેસેટ, નહેરુ ગેટ ચોક, સામાકાંઠે અને જિલ્લા સેવા સદન આગળ સહિતના જુદા-જુદા પોઇન્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન ૫૦ જેટલી રીક્ષાઓ ચેક કરવામાં આવી હતી. જેમાં નિયમોનો ભંગ કરતી ૯ રીક્ષાઓને ડીટેઈન કરવામાં આવી છે. જ્યારે રોડ અને ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઉભી રખાયેલી 4 રીક્ષાઓના ચાલકો સામે FIR નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રાફિકના નિયમોના ભંગ બદલ સ્થળ પર જ કુલ 6000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.રીક્ષાઓની ઝુંબેશ સાથે સાથે કાળા કાચવાળા વાહનો પર પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ૩ જેટલા કાળા કાચવાળા વાહન ચાલકોને રોકી તેમના વાહન પરથી કાળા કાચ કાઢીને તેમની સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક પીઆઈએ જણાવ્યું હતું કે આવી કાર્યવાહી સતત ચાલુ રખાશે #Morbi #MorbiUpdate #MorbiNews #TrafficPolice #MorbiTraffic #ActionAgainstRickshaw #TrafficDrive