મોરબી : મોરબીમાં કોઈપણ સ્થળે અકસ્માત હોય કે દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવાની જરૂર હોય ત્યારે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાની ટીમ તાત્કાલિક જે તે સ્થળે પહોંચી દર્દીઓની વ્હારે આવે છે. ત્યારે મોરબી 108ની ટીમે ઇજાગ્રસ્તનો કિંમતી સામાન અને રોકડ તેના પરિજનોને પરત કરી પ્રામાણિકતા દાખવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. માળીયા હાઇવે પર લિયોના સીરામીકની સામે એક વાહન અકસ્માત થયો હતો. જેની જાણ થતા મોરબી 108ની ટીમના ઇએમટી નીતા જોલીયા અને પાઇલોટ ગણપતભાઈ દેદાણીયા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને અકસ્માતમાં ઇજા પામેલ ગૌતમભાઈ બારીતને સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. તેમજ ઇજાગ્રસ્તના સગા સુનીલભાઈને ગૌતમભાઈના બે મોબાઈલ ફોન, એક બેગ અને રૂ. 2000ની રોકડ પરત કરી હતી. આમ, મોરબી 108ની ટીમે ઈમાનદારી દાખવી હતી.