મોરબી : મોરબી તાલુકાનાં ઝીકીયારી ગામ પાસે આવેલ ધોડાધ્રોઇ સિંચાઇ યોજનાના ડેમમાં તેમના 90% લેવલ મુજબનું પાણી ભરાય ગયેલ છે. તે ઉપરાંત, પાણીની આવક ચાલુ છે. આથી, વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થયેલ છે. ત્યારે ધોડાધ્રોઇ ડેમ સાઈટના સેક્શન ઓફિસર દ્વારા આ સિંચાઇ યોજનામાં નીચાણ વાસમાં આવતા ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટ્ટમાં અવર-જવર ન કરવા સુચના આપવામાં આવેલ છે. આ સૂચના નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના ગામો ઝીકીયારી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર તથા જેતપર (મચ્છુ) તેમજ માળીયા તાલુકાનાં ગામો માણબા, સુલતાનપૂર તથા ચીખલીનો સમાવેશ થાય છે.