વાંકાનેરના વિઠ્ઠલપર ગામે દીકરી ભગાડી જનારના ભાઈ ભૂરાનું પરાક્રમ પોલીસ ચોપડે ચડ્યું વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે કૌટુંબિક દીકરીને ભગાડી જનાર આરોપીના ભાઈ ભૂરાએ જુના મનદુઃખના ખારમાં વેવાઈને લાડવા પીરસવાને બદલે વાંસામાં લાકડી ફટકારી દેતા ભૂરા સહિતના ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના વિઠ્ઠલપર ગામે રહેતા પ્રવિણભાઇ મનજીભાઇ સારલાની કૌટુંબિક દીકરીને આરોપી કિશન ઉર્ફે ભુરો મેરૂભાઇ વિંજવાડીયાનો ભાઈ વિપુલ ઉપાડી ગયો હોવાથી બન્ને કુટુંબ વચ્ચે બોલાચાલી થતી હતી જેમાં ગઈકાલે જુના મનદુઃખનો ખાર રાખી આરોપી કિશન ઉર્ફે ભુરો મેરૂભાઇ વિંજવાડીયા, રણજીત ભુપતભાઇ વિંજવાડીયા અને ગણેશ રાયમલભાઇ વિંજવાડીયાએ એકબીજાની મદદગારી કરી ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત કિશન ઉર્ફે ભુરાએ પ્રવિણભાઇને વાંસામાં અને હાથની આંગળીમાં લાકડી ફટકારતા ઇજાઓ પહોંચતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ભૂરા સહિતના ત્રણેય વિરુદ્ધ પરવિંભાઈએ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ અને જીપીએકટ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..