દિવાળીની રાત્રે ફટકડાથી લાગતી આગ બુઝાવવા ચાર ફાયર ફાયટર સાથે 25 ફાયર બ્રિગ્રેડનો સ્ટાફ ખડેપગે રહેશે મોરબી : દિવાળીની દરેક લોકો પરિવાર સગા સ્નેહીઓ અને મિત્રો સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરે છે. પણ વર્ષોથી ફાયર બ્રિગ્રેડનો સ્ટાફ પરિવાર સાથે ઉજવણી કરી શકતો નથી કારણ કે આપણે મનફાવે તે રીતે ફટાકડા ફોડતા હોય જેને કારણે ઘણી જગ્યાએ આગ લાગતી હોવાથી ફાયર બ્રિગ્રેડને દિવાળીની રાત્રે આગ બુઝવવા રાતભર દોડવું પડે છે. આમ છતાં મોરબીના ફાયર બ્રિગ્રેડ સ્ટાફને દિવાળી પરિવાર સાથે ઉજવી ન શક્યાનો કોઈ વસવસો નથી.પણ ઉલટાની તેમની ફરજ અણીના સમયે મહત્વની હોય ઇમરજન્સી સ્ટાફ હોવાથી ફરજ પ્રથમ મહત્વ આપી લોકોની જાનમાલની રક્ષા કર્યાનો સવિશેષ આનંદ છે. મોરબીમાં આજે પણ દિવાળીની રાત્રે ફાયર બ્રિગ્રેડે સ્ટાફને એક્શન મોડ ઉપર મુકવામાં આવ્યો છે. એટલે ફાયર બ્રિગ્રેડને ફટાકડાથી જ્યાં આગ લાગે કે તુરત જ બુઝવવા સ્થળ ઉપર પહોંચી શકાય એની તૈયારી સાથે ફાયર ફાયટર લઈને ખડેપગે રાખવાના આવ્યો છે. જેમાં દિવાળીની રાત્રે ફટકડાથી લાગતી આગ બુઝાવવા બે મીની અને બે મોટા એમ ચાર ફાયર ફાયટર સાથે 25 ફાયર બ્રિગ્રેડનો સ્ટાફ ખડેપગે રહેશે. જેમાં એક સામાકાંઠે મહારણ પતાપ સર્કલ, બીજું નવા બસ સ્ટેશન-શનાળા રોડ અને બાકીના બે ફાયર ફાયટર ફાયર બ્રિગ્રેડની ઓફીસ પાસે દિવાળીની મોડી સાંજથી બેસતા વર્ષના સવાર સુધી તૈનાત રહેશે અને ફાયર બ્રિગ્રેડનો સ્ટાફ પોતાની સલામતી માટે કીટ અને પાણીના ટેન્કર સાથે એલર્ટ રહેશે. ફાયર બ્રિગ્રેડના સ્ટાફ માટે સૌથી મોટી વિટબણા એ હોય છે કે આખો દેશ દિવાળી મનાવતો હોય ત્યારે તેઓ ફટકડાથી લાગતી આગને બુઝવવા માટે રાતભર દોડતા રહેતા હોય તેઓ પરિવાર સાથે ક્યારેય દિવાળી મનાવી શકતા નથી. આ અંગે સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહએ કહ્યું હતું કે 10 વર્ષની ફાયર બ્રિગ્રેડની પોતાની ફરજ દરમિયાન એકપણ વખત પરિવાર સાથે દિવાળી મનાવી નથી. પણ જીવના જોખમે લોકોની જંદગી અને માલ મિલકત બચાવી શક્યાનો આનંદ છે. આવી ફરજથી પરિવાર પર અમારા ઉપર ગર્વ અનુભવે છે.