દેહદાન સંકલ્પ પત્ર GEMERS મોરબી મેડિકલ કોલેજમાં સુપ્રત કર્યું હળવદ : હળવદ પહેલેથી જ શૂરવીર ભૂમિ તરીકે પ્રખ્યાત છે. અત્યારના જમાના પ્રમાણે દેહદાન કે અંગદાનનો સંકલ્પ કરવો તે એક પ્રકારે શૌર્ય અને સમર્પણ ભર્યું કાર્ય છે. ત્યારે હળવદ ખાતે રહેતા ઠક્કર પરિવારના એકસાથે ત્રણ પરિવાર જનોએ દેહદાન માટે સંકલ્પ કર્યો છે.જેમાં મેંઢા કમલાબેન માણેકલાલ, મેંઢા નયનાબેન માણેકલાલ અને પાર્થ અનિલકુમાર માનસેતા એમ એક પરિવારના ત્રણ પરિવાર સભ્યોએ મૃત્યુ બાદ મેડિકલ સ્ટુડન્ટને મેડિકલ અભ્યાસ માટે કામમાં લાગે તે માટે અને આંખો અને જરૂરી અંગો જે અંગોની જરૂરિયાત છે તેવા દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ ભગીરથ કાર્ય બદલ આ દેહદાનનો સંકલ્પ કરનાર ઉદાર હૃદયના દાતાઓની ચો-મેરથી સરાહના થઈ રહી છે.