મોરબી : આજ રોજ તારીખ 18-3-2025 મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત એક ગરીબ પરિવારને ઊભી થતાં જુના જાંબુડીયા પ્રાથમિક શાળાના શિક્ષક કુશભાઈ દિનેશચંદ્ર અંતાણી એ રક્તદાન કર્યું હતું. જેમાં યુવા-આર્મી ગ્રુપ દ્વારા જાણ કરતાં કુશભાઈએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ જઈને રક્તદાન કર્યું હતું. કુશભાઈ નિયમિત રીતે રક્તદાન કરી માનવતા મહેકાવતા રહે છે. આ તેમનું 32મું રક્તદાન છે.