મોરબી : મોરબી શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકોને મદદ કરવા માટે સદાય તત્પર રહેતી એવી વર્ષ 2017 થી સતત કાર્યરત ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરાના દીકરી શ્રેયા ઘોડાસરાના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી. અત્યારની યુવાન પેઢી જન્મદિવસના દિવસે માત્ર મોજ મજા અને પાર્ટીઓમાં વ્યસ્ત રહેતી હોય છે ત્યારે રાજકોટ આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતા શ્રેયા ઘોડાસરાએ પોતાનો જન્મદિવસ સેવાકીય કાર્ય કરી ઉજવવાનું નક્કી કર્યું અને આ ઉજવણીના ભાગરૂપે મોરબી નજીક આવેલા જીકીયાળી ગામ પાસે રહેતા આર્થિક રીતે પછાત તેવા રંજનબેન મકવાણાને રહેવા માટે આશ્રય ન હોય તેમનું ઘર બનાવવા માટે આર્થિક મદદ કરી તેમના ઘરની છત બનાવવા માટેનું આર્થિક યોગદાન સાધનાબેન ઘોડાસરા દ્વારા આપવામાં આવ્યું હતું. મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયા તેમજ સમગ્ર ટીમે આ વિશેષ કાર્યને બિરદાવીને શ્રેયાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.