તા.1થી 7 માર્ચ યોજાશે કથા : રૂક્ષ્મણી વિવાહ વેળાએ પુત્રવધુ અને પુત્રના લગ્ન કરાવશેમોરબી : મોરબીના મકવાણા પરિવારે પોતાના દીકરાના લગ્નના પ્રસંગને ધાર્મિક પ્રસંગ બનાવી દીધો છે. આ પરિવારે લગ્નની સાથે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભાવભીનું આયોજન કર્યું છે. એટલે સગા સ્નેહીઓ લગ્નની સાથે કથાનો પણ લ્હાવો લઈ શકે.મોરબીના સામાકાંઠે લાલબાગ પાછળ ન્યુ રીલીફનગરમાં રહેતા અરવિંદભાઈ મકવાણાના પુત્ર પાર્થના લગ્ન વિનોદભાઈ કવૈયાના સુપુત્રી મયુરી સાથે નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ નિમિત્તે તા.1 માર્ચથી 7 માર્ચ મોરબીના વાવડી રોડ ઉઓર બંધન પાર્ટી પ્લોટ ખાતે દરરોજ બપોરે 3 થી 6 શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠેથી નિખિલભાઈ જોશી કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે.આ વેળાએ 1 માર્ચે પોથીયાત્રા, 2 માર્ચે સતી ચરિત્ર, સંતવાણી, 3 માર્ચે નૃસિંહ પ્રાગટય આ એ રાસની રમઝટ, 4 માર્ચે વામન જન્મોત્સવ, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, લોક સાહિત્ય કાર્યક્રમ, 5 માર્ચે ગોવર્ધન લીલા, 6 માર્ચે રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર સાથે કથા પૂર્ણાહુતિ થશે. આ કથામાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે પાર્થ અને મયુરીના લગ્ન કરાશે.