મોરબી : મોરબી એકેડેમીક એસોસિએશન દ્વારા મુખ્ય કમાનાર વાલી ગુમાવનાર વિદ્યાર્થીઓની ટ્યુશન ફી માફ કરવાની પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. કોરોનાના કહેર દરમિયાન અનેક પરિવારોએ મુખ્ય કમાનાર વ્યક્તિ ગુમાવ્યા છે. આવા પરિવારના બાળકોનું શિક્ષણ ન અટકે તથા તેઓ પગભર બની પરિવારનો સહારો બને તે માટે મોરબી એકેડેમીક એસોસિએશન દ્વારા તેઓને ટ્યુશન ફી ન લેવાનો માનવતાવાદી નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી એસોસિએશને આવા પરિવારો માટે સહાનુભૂતિ દર્શાવી જોય ઓફ ગીવિંગના મંત્રને અનુસરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ યોજના ગુજરાતી તેમજ અંગ્રેજી બંને માધ્યમના તમામ બોર્ડના કોઈપણ શાળામાં અભ્યાસ કરતા મોરબી શહેરના પરિવારો માટે છે. ભવિષ્યમાં દાતાઓના સહયોગથી આવા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક, નવનિત કે અભ્યાસ માટે જરૂરી અન્ય સામગ્રી પણ આપવામાં આવશે. વધુ વિગતો માટે મોરબી એકેડેમીક એસોસિએશનના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી 9879024410, મહામંત્રી જશવંતભાઈ મીરાણી 9825327442, ઉપપ્રમુખ પ્રમોદસિંહ રાણા 9227290000, પરીમલભાઈ ઠક્કર 9825445538, અનિલભાઈ પરમાર 9228869439, કેતનભાઈ કડિવાર 9276817654, મંત્રી અલ્પેશભાઈ ગાંધી 9898448974, ગુંજન સર 8460222909, ઝાલા સર 9033600303, કલ્પેશભાઈ પુજારા 9033669310 સંપર્ક કરવા પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ યાદીમાં જણાવાયું છે.