ટંકારા : લોકો પોતાના સ્વજનની પાછળ ઘણા ધાર્મિક-સામાજિક રીત રિવાજો નિભાવતા હોય છે. ગાયોને ઘાસચારો નાખીને કે બ્રહ્મભોજન, બટુક ભોજન કરાવીને સદગતના મોક્ષની પ્રાપ્તિ અર્થે કાર્ય કરતા હોય છે. તો વળી કોઈ ધાર્મિક ક્ષેત્રમાં દાન પુણ્ય કરીને કે સમાજની ધર્મશાળાઓમાં ઓરડા બનાવીને સ્વજનની યાદગીરી બની રહે તેવો યથાશક્તિ પ્રયત્ન કરતા હોય છે. ત્યારે ગણેશપર ગામના ભાગીયા પરિવારે પોતાના ગામને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે ગામમાં વૃક્ષારોપણ શરૂ કર્યું છે. ગામના મીઠીબેન હીરાભાઈ ભાગીયાનું તારીખ 25 જૂનના રોજ અવસાન થયું હતું. જ્યારે ગામના જ દિવ્યેશભાઈ ગણેશભાઈ ભાગીયાનું તારીખ 23 મેના રોજ અવસાન થયું હતું. આ બન્ને સદ્દગતોની યાદગીરી ચિરંજીવી બની રહે એવા ઉમદા હેતુથી ભાગીયા પરિવારે ગણેશપર ગામમાં સઘન વૃક્ષારોપણ ગ્રામજનોના સાથ સહકારથી કરવાનું નક્કી કર્યું હતું. જે અન્વયે તારીખ 7 જુલાઈને રવિવારે ગ્રામજનોએ એકઠા થઇ આ શુભ સંકલ્પનો પ્રારંભ કર્યો હતો. અને વિવિધ જાતિના વૃક્ષોનું વાવેતર શરૂ કર્યું હતું. આ કાર્યક્રમ આવનારા દિવસો દરમ્યાન ચાલુ રાખવામાં આવનાર છે. કાર્યક્રમ દરમ્યાન હાજર તમામ ગ્રામજનોએ ભાગીયા પરિવાર તરફથી આયોજિત સમૂહ ભોજનનો લાભ લીધો હતો. ગ્રામજનો સહિત આજુબાજુના ગ્રામવાસીઓએ પણ આ સત્યુ કાર્યને બિરદાવી તેમાંથી પ્રેરણા મેળવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne