મિતાણાના બહુચર વિદ્યાલય દ્વારા પર્યાવરણ જતનના હેતુથી 15 હજાર રોપાઓની નર્સરી બનાવાઈ ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામમાં આવેલ બહુચર વિદ્યાલય દ્વારા પર્યાવરણ જતનના હેતુથી 15 હજાર રોપાઓની નર્સરી બનાવાઈ છે. તેમજ શાળામાં માર્કશીટ અને એડમિશન લેવા આવનારને પાંચ રોપા આપવામાં આવે છે. આમ, શાળા દ્વારા પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. આજે સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મીંગ, ક્લાયમેટ ચેંજ, ગ્રીન હાઉસ ઇફેક્ટ અને કોરોના જેવી મહામારી સામે ઝઝુમી રહ્યુ છે. ત્યારે આ વૈશ્વિક સમસ્યાનો આપણી પાસે એક જ ઉકેલ છે, તે છે વધુમાં વધુ વૃક્ષો વાવો અને વૈશ્વિક સમસ્યાથી બચો. આ વૈશ્વિક સમસ્યાથી બચવા માટે શ્રી બહુચર વિદ્યાલય-મિતાણા (તા. ટંકારા, જી. મોરબી) ખાતે કાળી બેગ, વેફર્સ, દુધની વેસ્ટેજ પ્લાસ્ટીક્ની બેગને સાફ કરીને તેમાં ૧૫૦૦૦ રોપાઓની શાળા-નર્સરી બનાવવામાં આવેલ છે. શાળાના આચાર્ય પ્રવિણચંદ્ર બી. વાટકિયા તથા ગણેશભાઇ દેવડા, રમેશભાઇ ઢેઢી દ્વારા રજાના દિવસે પણ શાળાએ આવીને રોપાઓને પાણી પાવું તેમજ અન્ય વૃક્ષોની જાતે મહેનત કરી દેખભાળ રાખવામાં આવે છે. આ શાળા નર્સરીમાં આજે છાંયો મળે તેવા અને ઔષધિય રોપાઓ આંખને ટાઢક વાળે તેમ શોભાયમાન છે. શ્રી બહુચર વિદ્યાલય – મિતાણામાં ધોરણ-૧૦નું રીઝલ્ટ લેવા આવનાર દરેક્ને તેમજ ધોરણ-૯માં એડ્મિશન લેતા દરેક વિદ્યાર્થીને ૫-૫ રોપાઓ આપીને તેને ઉછેરવાના શપથ લેવડાવવામાં આવે છે. હાલ શાળા બંધ હોવા છતાં વિદ્યાર્થીઓને તેના જન્મદિવસે ૫ રોપા તેના ઘરે પહોંચાડવામાં આવે છે. તેમજ આસપાસની શાળાઓને ફ્રીમાં રોપા શાળાએ પહોંચાડવામાં આવે છે. આ શાળા નર્સરીમાંથી કોઇ પણ વ્યક્તિને ફ્રીમાં રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. શાળાના આચર્ય પ્રવિણચંદ્ર બી. વાટકિયા દ્વારા પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..