આર્થિક રીતે પછાત સ્કૂલના બાળકો અને ઝૂંપટપટ્ટીના બાળકોને ભરપેટ ભોજન કરાવી મનોરંજક ફિલ્મ દેખાડ્યું મોરબી : આજે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારી અને તેમના ભાણેજ મયુરના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ હતી. જેમાં સરકારી સ્કૂલના આર્થિક રીતે પછાત વર્ગના 200 જેટલા બાળકોને સ્કૂલના બાળકો અને ઝૂંપટપટ્ટીના બાળકોને ભરપેટ ભોજન કરાવી મનોરંજક ફિલ્મ દેખાડ્યું હતું. આ ઉપરાંત ઝૂંપટપટ્ટીના 500 બાળકો સ્વાદિષ્ટ ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ અંગે તેઓએ કહ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપની સ્થાપના દેશના લોકોને આદર્શ નાગરિક બનવવા માટે પ્રેરણા પુરી પડવાના હેતુથી થઈ હતી. યંગ ઇન્ડિયા ગ્રુપ શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોને વરેલું ગ્રુપ છે. જન્મદિવસ કે વર્ષ દરમિયાન આવતા તમામ ઉત્સવો-પ્રસંગોની એકદમ નવીન પરંપરાથી ઉજવણી કરવામાં આવે છે. જેમાં ખુશીથી વંચિત લોકોને ઉત્સવોની ઉજવણીની ખુશી આપીને એમના ચહેરા પર જે ખુશી છવાઈ હોય તેની ખુશી આપણે અનુભૂતિ કરવી એ જ યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા રહી છે. યંગ ઇન્ડિયા ગ્રુપે વર્ષોથી જન્મદિવસ અને ઉત્સવોની અનોખી ઉજવણી કરી સમાજમાં એવો બદલાવ લાવ્યો કે આજે ઘણા લોકોએ યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરાને અપનાવી લીધી છે. એ વાતની અમારા ગ્રૂપને બેહદ ખુશી છે. દેવેન રબારીએ વધુમાં જણાવ્યું કે, આમ તો જન્મદિવસ આવે એટલે જીવનનું એક વર્ષ ઓછું થયું ગણાય. પણ એ જન્મદિવસે આપણે કેટલું જીવ્યા ? કેવી રીતે અને કોને કોને ઉપયોગ થઈને જીવ્યા ? તેના સંસ્મરણો વાગોળવામાં આવે છે. ખાસ કરીને જન્મદિવસે દરેક માણસને મિત્રો, કુટુંબીજનો શુભેચ્છાઓનો ધોધ વરસાવતા હોય છે. ત્યારે મને કરસદાન માણેકની એક પ્રેરણાદાયી કાવ્ય પંકિત યાદ આવે છે કે ' જીવન અંજલિ થાજો, મારુ જીવન અંજલિ થાજો.' કહેવાનો તાંતપર્ય એ છે કે, આપણું જીવન અગરબત્તી જેવું હોવું જોઈએ. અગરબત્તી જાતે જ બળીને બીજાને સુગંધ આપે છે. એજ રીતે આપણે એક માણસ તરીકે બીજાને ઉપયોગી થઈને જીવન જીવીશું તો આપણા જીવનમાં કોઈ ભય, ચિંતા નહિ રહે. આજ પવિત્ર ધ્યેય સાથે જ્યારથી હું સમાજણો થયો ત્યારથી જ જીવનની સફર એક પોઝિટિવ ઉર્જા સાથે શરૂ કરી. દેવેન રબારીએ વધુમાં કહ્યું કે, હું યુવા વયે પ્રબળ દેશભાવના સાથે પોલીસ દળમાં જોડાયો, પોલીસની નિષ્ઠાપૂર્વક ફરજ સાથે સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે યંગ ઇન્ડિયા ગ્રુપ શરૂ કર્યું. યંગ ઇન્ડિયા ગ્રુપની વિચારધારા પણ સ્પષ્ટ હતી. જો કે આપણે લશ્કરી જવાનની જેમ બોર્ડર ઉપર લડીને દેશસેવા ન કરી શકીએ તો પણ એક આદર્શ નાગરિક બનીને પણ દેશસેવા કરી શકીએ છીએ, આજ યંગ ઇન્ડિયા ગ્રુપની વિચારધારા છે. આજના યુગમાં આદર્શ નાગરિક બનવું પણ કઠિન છે. ખાસ કરીને આજની ભગદોડ ભરી જીવનશૈલીમાં આપણે પરિવાર માટે પણ બે ઘડી ટાઈમ કાઢી શકતા નથી ત્યારે સમાજને ઉપયોગી થવાની વાત તો બાજુએ રહી. પણ જીવનમાં ઉત્સવો ઘણા આવે છે. જીવનની રોજબરોજની ઘટમાળમાંથી પણ ટાઈમ કાઢીને આપણે જાત જાતના ઉત્સવો ઉજવીએ છીએ. બસ આજ ઉત્સવોને યંગ ઇન્ડિયા ગ્રુપે નવીન પરિપરાથી ઉજવવાની પહેલ કરી. આજે જન્મદિવસે હું મારા કર્મને લીધે એક આદર્શ નાગરિક બની શક્યો એ વાતનું મને ગૌરવ છે.