બાળકોને ભોજન કરાવી ઉજવ્યો જન્મદિવસ મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના અગ્રણીની પુત્રીના જન્મદિવસ પર બાળકોને ભોજન કરાવી જન્મદિવસ ઉજવ્યો હતો. મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી ચેતનભાઈ લોરીયાની પુત્રી કૈરવીના જન્મદિવસ નિમિતે કેક, ચોકલેટ અને પાર્ટીના ખોટા ખર્ચ કર્યા વગર અને જન્મદિવસની સાચી અને પ્રેરણાદાયક ઉજવણી માટે ચેતનભાઈ લોરીયા તથા તેમના પરિવાર દ્વારા એક અલગ રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં મોરબીની આંબાવાડી સરકારી સ્કૂલ તથા મોરબી અનાથ આશ્રમમાં વિદ્યાર્થીઓને તથા આશ્રમના બાળકોને ભોજન કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી જનતાને સામાજિક સેવાનો મેસેજ આપ્યો હતો. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..