મોરબીમાં સાત વર્ષમાં 75 હજાર અબોલ જીવના જીવ બચાવતું કર્તવ્ય જીવદયા કેન્દ્ર : કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં 300થી વધુ પક્ષી અને 100થી વધુ શ્વાનનો થાય છે નિભાવ મોરબી : આજના ભાગદોડ ભર્યા આધુનિક યુગમાં માણસને માણસ માટે સમય નથી ત્યારે સીરામીક નગરી મોરબીમાં પરમાર્થ અને અબોલજીવની સેવા માટે સગીરાવસ્થામાં રમવાની ઉંમરે પાંચ-સાત કિશોરોએ વાવેલ સેવાકાર્યોનું નાનકડું બીજ આજે સાત વર્ષ બાદ અબોલજીવોની સેવા માટેનું વિશાળ વટવૃક્ષ બન્યું છે. મોરબી શહેરમાં વર્ષ 2017-18માં શરૂ થયેલ કર્તવ્ય જીવદયા કેન્દ્રએ અબોલજીવોને સેવાક્ષેત્રે આજે રાજકોટને પણ પાછળ છોડી સાત વર્ષમાં 75,000 અબોલજીવના જીવ બચાવ્યા છે અને હાલમાં અહીં 300 જેટલા પક્ષીઓ અને 100થી વધુ શ્વાનને આશ્રય આપવામાં આવ્યો છે.મોરબી શહેર કે જિલ્લામાં પાલતુ કે નધણિયાતા કોઈપણ પશુપક્ષી ઘાયલ અવસ્થામાં મળી આવે તો લોકો પળવારનો પણ વિલંબ કર્યા વગર કર્તવ્ય જીવદયા કેન્દ્રને યાદ કરે છે અને હેલ્પલાઇન પર કોલ કરતા જ કર્તવ્ય જીવદયા કેન્દ્રના સ્વયંસેવક ત્વરીત બનાવ સ્થળે પહોંચી ઘાયલ જીવને રવાપર -ઘુનડા રોડ સ્થિત સારવાર કેન્દ્ર ખાતે લાવી સારવાર શુશ્રુષા બાદ સ્વસ્થ બનતા જ મુક્ત વાતાવરણમાં છોડી મૂકે છે, સાથે જ અશક્ત અવસ્થા લાગે તો આજીવન આવા જીવોનું પાલન પોષણ કરવામાં આવે છે. કર્તવ્ય જીવદયા કેન્દ્રના પાયાના પથ્થર અને સ્વપ્નદ્રષ્ટા વિશુ પટેલ કહે છે કે, તેઓને બાલ્યાવસ્થાથી જ અબોલજીવો પ્રત્યે લગાવ હોવાથી વર્ષ 2017માં પોતાના હમઉંમર સગીર દોસ્તો સાથે એક ગ્રુપ બનાવ્યું જેમાં તમામ સગીર મિત્રો મહિને 300-300 રૂપિયા કાઢી અબોલજીવોની સેવા કરતા.જો કે, સગીરાવસ્થામાં શરૂ થયેલ આ સેવાકાર્યમાં ગ્રુપના સભ્યો પુખ્તવયના થતા જ મોરબી શહેર-જિલ્લામાં અબોલજીવો માટે એકપણ સારવાર કેન્દ્ર ન હોવાથી મનમાં સેવાના સંકલ્પ સાથે રવાપર - ઘુનડા રોડ ઉપર એક રૂમમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રના નામે સારવાર કેન્દ્ર શરૂ કર્યું. બાદમાં દાતાઓના સહયોગથી આ સેવાકાર્યની સુવાસ એટલી તો ફેલાઈ કે મોરબી શહેર તો ઠીક પરંતુ હાલમાં હળવદ, વાંકાનેર, વાંકાનેર સહિતના તમામ તાલુકામાંથી ઘાયલ અબોલજીવોને સારવાર અંતે અહીં લાવવામાં આવે છે. વિશુ પટેલ ઉમેરે છે કે, છેલ્લા સાત વર્ષમાં અહીં 75 હજાર જેટલા અબોલજીવને નવજીવન આપવામાં આવ્યું છે જેમાં 30 હજારથી વધુ પક્ષીઓ અને એટલી જ સંખ્યામાં શ્વાનનો સમાવેશ થાય છે.ઉતરાયણ પર્વે સતત દોડતી રહે છે કર્તવ્ય જીવદયાની ટીમ મોરબી શહેર તેમજ જિલ્લામાં ઉતરાયણના તહેવાર સમયે કર્તવ્ય જીવદયા કેન્દ્રના સ્વયંસેવકો દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ મુકામ કરી પતંગ દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ માટે સેવાકાર્ય કરવામાં આવે છે. જીવદયા કેન્દ્રના સ્વયંસેવકો 108ની જેમ તૈનાત રહી ઘાયલ પક્ષીઓને તત્કાલ સારવાર કેન્દ્ર ખાતે પહોંચાડે છે જ્યાં નિષ્ણાંત તબીબોની ટીમ સારવાર કરે છે.જીવદયા કેન્દ્રમાં છે એક સર્જન સહિત આઠ તબીબોછેલ્લા સાત વર્ષથી અબોલ જીવોની સેવા કરતા કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં પશુ-પક્ષીઓની સારવાર અંતે 50થી 60 જેટલા સ્વયંસેવકોની સાથે અહીં આઠ તબીબોની ટીમ ખડેપગે હોય છે. આઠ તબીબો પૈકી એક સર્જન છે જેઓ પશુ-પક્ષીની સારવારમાં ઓપરેશન સહિતની કામગીરી કરે છે.એક જ સ્થળે એક્સ-રે, લેબ, એનેસ્થેસિયા સહિતની સુવિધા મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેવી સુવિધા ધરાવે છે, રાજકોટ સહિતના સેન્ટરોમાં એક જ સ્થળે તમામ સુવિધાઓ નથી ત્યારે અહીં લેબોરેટરી, એક્સ-રે, એનેસ્થેસિયા, અબોલજીવ માટે કસરત માટે ફિઝિયોથેરાપીના સાધનો તેમજ ઓપરેશન દરમિયાન વધુ રક્ત ન વહે તે માટે ઈલેક્ટ્રોકોટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું કર્તવ્ય જીવદયા કેન્દ્રના વિશુ પટેલે જણાવ્યું હતું.ટૂંક સમયમાં નંદીઘર શરૂ કરાશે આજના સમયમાં વાછરડા, બળદ અને નંદીને તરછોડી દેવામાં આવે છે ત્યારે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આગામી સમયમાં અબોલજીવોની સેવાયજ્ઞમાં વધુ એક સુવિધાનો ઉમેરો કરી ત્યજી દેવાયેલ નંદી અને વાછરડાઓ માટે એક આધુનિક નંદીઘર અને વિશાળ હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવનાર હોવાનું સંસ્થાએ જાહેર કર્યું હતું.યાયાવર પક્ષીઓને સારવાર માટે અમદાવાદ મોકલાય છે મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા કબૂતર, કાગડા, કોયલ, પોપટ સહિતના પક્ષીઓની સારવાર કરવામાં આવે છે જયારે શિયાળામાં અને ઉતરાયણ પર્વ સમયે માઇગ્રેટરી બર્ડ એટલે કે, યાયાવર પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા હોવાના બનાવ બનતા હોય આવા યાયાવર પક્ષીઓને બેત્રણ દિવસની સારવારમાં સાજા ન થવાના કિસ્સામાં