મોરબી : સામાન્ય રીતે, એવું જોવા મળતું હોય છે કે લોકો જન્મદિવસ પર મિત્રવર્તુળ સાથે હરવા-ફરવામાં કે હોટલમાં જમવા જવામાં પૈસા ખર્ચ કરતા હોય છે. ત્યારે જીવાપર (ચકમપર) ગામમાં રહેતા રાજ કાલરીયા (આર.કે.ભાઈ) તથા ધ્રૂમિત કાલરીયાએ પોતાના જન્મદિવસ પર મિત્રવર્તુળ સાથે 40 જેટલા વૃક્ષોનું રોપણ કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. જન્મદિવસ વૃક્ષારોપણ દ્વારા ઉજવીને તે લોકોએ સમાજમાં પર્યાવરણ જતનનો સંદેશો પાઠવ્યો હતો.