સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યોએ ISHDP યોજના હેઠળ ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી સમયસર કામ પૂર્ણ કરવા સૂચના આપીમોરબી અપડેટ: મોરબી મહાનગરપાલિકા અંતર્ગત “ઇન્ટિગ્રેટેડ હાઉસિંગ એન્ડ સ્લમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (ISHDP)” હેઠળ નિર્માણાધીન “આવાસ-608” યોજનાનું આજે પદાધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પરસુંબિયા, સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મેઘાબેન દીપકભાઈ પોપટ તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નવનીતભાઈ કુંડારિયા દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે યોજનાની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પદાધિકારીઓએ સ્થળ પર ચાલી રહેલી કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.ISHDP ભારત સરકારની એક મહત્વપૂર્ણ આવાસ યોજના છે. તેનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને સુરક્ષિત, ગુણવત્તાસભર અને સન્માનજનક આવાસ ઉપલબ્ધ કરાવવાનો છે. આ ઉપરાંત, લાભાર્થીઓને રસ્તા, પાણી, ગટર, સ્વચ્છતા અને અન્ય મૂળભૂત સુવિધાઓ સાથે સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો લક્ષ્યાંક છે. આજના નિરીક્ષણ દરમિયાન બાંધકામની ગુણવત્તા, કામગીરીની પ્રગતિ અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. તેમજ સંબંધિત અધિકારીઓને નિયત સમયમર્યાદામાં અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે કામગીરી પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #ISHDP #AwasYojana #GujaratNews #MorbiNews #Development