રાત્રિના સમયે મુસાફરો બસની માહિતી માટે રઝળ્યામોરબી : મોરબીના જૂના બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોની સુવિધા માટે રાખવામાં આવેલ પૂછપરછ વિભાગ સાંજના 5 વાગ્યા પછી જ બંધ થઈ જતું હોવાની ફરિયાદો ઉઠી છે. જેના કારણે સાંજે અને રાત્રિના સમયે મુસાફરી કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના જૂના બસ સ્ટેન્ડ પર સાંજે 5 વાગ્યા બાદ પૂછપરછ બારી પર કોઈ પણ કર્મચારી જોવા મળતા નથી. મુસાફરોના જણાવ્યા પ્રમાણે જોઈ રાત્રે 8.41 કલાકે પણ પૂછપરછ બારીમાં કોઈ જ કર્મચારી હાજર ન હતા અને આખો વિભાગ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે.મોરબીથી અન્ય શહેરો અને ગામડાઓમાં જવા માટે રાત્રિના સમયે પણ અનેક મુસાફરો બસ સ્ટેન્ડ પર આવતા હોય છે. પરંતુ પૂછપરછ વિભાગમાં કોઈ ન હોવાથી કઈ બસ ક્યારે આવશે, કયા પ્લેટફોર્મ પર આવશે અથવા બસ મોડી છે કે કેમ તેની કોઈ જ માહિતી મુસાફરોને મળી શકતી નથી. બસના સમયપત્રક અંગે યોગ્ય માર્ગદર્શન ન મળતા મુસાફરોને ફરજિયાતપણે અન્ય લોકો પર નિર્ભર રહેવું પડે છે અથવા કલાકો સુધી અસમંજસની સ્થિતિમાં બસની રાહ જોવી પડે છે.એસટી તંત્રના જવાબદાર અધિકારીઓ આ બાબતે યોગ્ય તપાસ કરી જૂના બસ સ્ટેન્ડ ખાતે સાંજના અને રાત્રિના સમયે પણ પૂછપરછ વિભાગમાં ફરજિયાત કર્મચારીની હાજરી સુનિશ્ચિત કરે તેવી મુસાફરો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #STBus #GujaratST #MorbiBusStand #PublicIssue #MorbiCity