મોરબી : ડો. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મજયંતી નિમિત્તે સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ગઈકાલે તારીખ 15 ઓક્ટોબર ને બુધવારના રોજ ઈનોવેશન ઈન્સ્પિરેશન ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન. પ્રા. કે આર. દંગીના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. ઇનોવેશન ક્લબના કો-ઓર્ડીનેટર પ્રા. ડો. એ.એચ. રાજપૂતે વિદ્યાર્થી ભાઈ બહેનોને ઇનોવેશન તેમજ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ વિશે પ્રેરણાત્મક વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ ડો. નાજાભાઈ કોડિયાતરે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. કવિતાબા ઝાલાએ સંભાળ્યું હતું.