ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી પેટકોકનો વપરાશ સાબીત કરવામાં નિષ્ફળ મોરબી : મોરબીના ઢુંવા નજીક આવેલ સીરામીક ફેકટરીમાં પેટકોક વપરાશ કરવા અંગેના કેસમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા પેટકોક અને સલ્ફર ડાયોકસાઈડના સેમપ્લ લઈ લેબોરેટરી પરીક્ષણ કરાવવું ફરજયાત હોવા છતા પરીક્ષણ કરાવેલ ન હોવાથી આ કેસમાં સીરામીક ફેકટરીના સંચાલકોનો નિર્દોષ છુટકારો થયો છે. આ કેસની ટૂંકી વિગત જોઈએ તો ઢુવા સ્થિત જેટ ગ્રેનીટો પ્રા.લી. કંપની અને તેના ડિરેક્ટર્સ અમરશીભાઈ જે. વાંસજાળીયા, જેરામભાઈ ગોવીંદભાઈ વાંસજાળીયા અને નારણભાઈ ગોવીંદભાઈ વાંસજાળીયા વિરુદ્ધ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કચેરી દ્વારા વાંકાનેર અદાલતમાં પેટકોકના ગે૨કાયદેસર વપરાશ અને તેનાથી થયેલ પ્રદુષણ અને નોટીફીકેશનના ભંગ અંગે એ૨ એકટ કલમ ૩૭ અને ૪૦ હેઠળ ફ૨ીયાદ ક૨ેલ હતી. આ અંગેનો કેસ વાંકાનેરના જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફ.ક. એમ.સી.પટેલ સાહેબ સમક્ષ ચાલી જતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે આરોપી કંપનીમાં પેટકોકનો વપરાશ સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ હોવાનું તા૨ણ ફ૨માવેલ અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે પેટકોક અને સલ્ફર ડાયોકસાઈડના સેમપ્લ લઈ લેબોરેટરી પરીક્ષણ કરાવવું ફરજયાત હોવા છતા પરીક્ષણ કરાવેલ ન હોવાથી ફ૨ીયાદીનો કેસ નિઃશંક પણે સાબીત થયેલ ન હોવાનું તારણ ફ૨માવી આ૨ોપી કંપની અને ડીરેકટસૅનો નિદોષ છુટકા૨ો ફ૨માવેલ છે. આ કામે આરોપી તરફે વકીલ બી.એન.શેઠ, નીશ બી. શેઠ રોકાયેલ હતા.