ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામની સીમમાં મનસુખભાઇ દેત્રોજાની વાડીએ ખેત મજૂરી કરતા મૂળ રાજસ્થાનના વતની રીતેશભાઈ નથુભાઈ ભાભરનો બે વર્ષનો પુત્ર પ્રિતેશ રમતા રમતા પાણી ભરેલી કુંડીમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.