ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામે ખેતમજૂરી કરતા પરિવારના ચાર વર્ષના માસૂમ બાળકનું પાણીની કુંડીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના વિરવાવ ગામે દસુભાની વાડીએ ખેત મજૂરી કરતા ધનજીભાઈ ડાવરના પુત્ર વિપુલ (ઉ.વ.4)નું વાડીએ પાણીની કુંડીમા પડી જતા ડુબી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..