સુન્ની મુસ્લિમ સમાજ ટ્રસ્ટના મૌલવીઓ દ્વારા નમાજ અદા કરાવાઈ: જેલ અધિક્ષક દ્વારા બંદીવાનોને ઈદની શુભેચ્છાઓ પાઠવાઈમોરબી: મોરબી સબ જેલ ખાતે તારીખ 28/05/2026 ના રોજ મુસ્લિમ બંદીવાન ભાઈઓ દ્વારા ઈદ-ઉલ-અદહા (બકરી ઈદ) પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર તહેવાર નિમિત્તે સુન્ની મુસ્લિમ સમાજ ટ્રસ્ટના મૌલવીઓ દ્વારા જેલમાં મુસ્લિમ બંદીવાનોને ઈદની વિશેષ નમાજ અદા કરાવવામાં આવી હતી.આ તકે મોરબી સબ જેલના જેલ અધિક્ષક દ્વારા સમસ્ત મુસ્લિમ બંદીવાન ભાઈઓને પવિત્ર ઈદ-ઉલ-અદહાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત, આ પવિત્ર તહેવાર તમામ બંદીવાનોના જીવનમાં શાંતિ, સૌહાર્દ, ભાઈચારો અને ખુશીઓ લાવે તેવી શુભકામનાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiSubJail #EidUlAdha #MorbiNews #Brotherhood #GujaratPolice