બંધારણીય જોગવાઈ મુજબ અનુસૂચિત જાતિ માટેનું પદ શેડ્યુલ ટ્રાઈબને ફાળવી દેવાતા રોષભેર રજૂઆત ટંકારા : ટંકારા તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની નિમણૂકમાં અન્યાય થયાની લાગણી સાથે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે. જેમાં આ સીટ એસસીની હોવા છતાં એસટીને ફાળવી દેવાતા વિરોધનો વંટોળ જાગ્યો છે. આથી બંધારણીય જોગવાઈ મુજબ અનુસૂચિત જાતિ માટેનું પદ શેડ્યુલ ટ્રાઈબને ફાળવી દેવાતા રોષભેર રજૂઆત કરી આ મામલે ન્યાયની માંગણી કરાઈ છે. ટંકારાના મોટા ખીજડિયા ગામના નાગરિક વીનુંભાઈ ખોડાભાઈ પાટડીયાએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે, હાલ ટંકારા તાલુકા પંચાયતમાં બંધારણીય હક્ક મુજબ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે અનુસૂચિત જાતિના ઉમેદવારને બદલે એસટીના ઉમેદવારની નિમણુંક કરવામાં આવી છે જે અનુસૂચિત જાતિના બંધારણીય હક્ક ઉપર તરાપ મારવા સમાન છે. બીજી તરફ એસટી ( શેડ્યુલ સ્ટ્રાઇલ આદિવાસી) ની સીટ પર ચૂંટાયેલા ઉમેદવારનો કાયમી વસવાટ નથી. તેમજ વસ્તી પણ નહિવત હોવા બરોબર છે. આથી આ પદનો ઉપયોગ અનુસૂચિત જાતિના હિતમાં ઉપયોગ નહિ થાય તેવી ભીતિ દર્શાવી એસસી અનામત બેઠક ઉપર ચૂંટાયેલા એક ઉમેદવારને બંધારણીય રીતે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બનાવવાની માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..