નિવૃત આચાર્યએ ટીડીઓને રજુઆત કરી વીમા પ્રીમિયમ બચતનું એરિયર્સ ચૂકવવાની માંગ મોરબી : મોરબીમાં નિવૃત આચાર્યને વીમા પ્રીમિયમ બચતનું એરિયર્સ ચૂકવવામાં અન્યાય થઈ રહ્યાની ફરિયાદ ઉઠી છે. આથી નિવૃત આચાર્યએ ટીડીઓને રજુઆત કરી વીમા પ્રીમિયમ બચતનું એરિયર્સ ચૂકવવાની માંગ ઉઠાવી છે. મોરબીના બગથળા કું. તા. શાળાના નિવૃત આચાર્ય હરજીવનભાઈ ભાટિયાએ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી કે, તેઓએ બગથળા કું. તા. શાળાના આચાર્ય તરીકે 31 જુલાઈ 2012 ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી અને પોતાની ફરજમાંથી મુક્ત થયા બાદ સરકાર તરફથી વીમા પ્રીમિયમની જે લહેણી રકમ નીકળે છે તે આજદિન સુધી તેમને ચૂકવાઈ નથી. જો કે જે તે સમયે આ માટે બિલ બનાવવા જવાબદાર વ્યક્તિને તેઓએ રજુઆત કરી હતી. પણ એ વ્યક્તિએ તેમની સર્વિસ બુકમાં એન્ટ્રી પડી ન હોય બિલ ન બનાવ્યાનુ કહ્યું હતું. પરંતુ આ સર્વિસ બુક તાલુકા પંચાયત કચેરીએ જમા હોય અને તેમાં એક જ એન્ટ્રી પડી હોય જે બાબતે યોગ્ય તપાસ કરીને તેમને હક્ક હિસ્સો ચૂકવાની માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..