વાંકાનેર : બામણબોર હાઇવે ઉપર ટેન્કરચાલકે મોટર સાયકલચાલકને પાછળથી ઠોકર મારતા રાજકોટના રહેવાસીને ઇજા પહોંચતા વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ચોટીલા હાઇવે ઉપર બામણબોર નજીક ફરિયાદી ભુપેન્દ્રસીંહ ઇન્દ્રસીંહ ઝાલા (ઉ.૪૦, રહે.હાલ મુંજકા, તા.જી.રાજકોટ, મુળ ગામ-ભરાડા, તા.ધ્રાંગધ્રા, જી.સુરેન્દ્રનગર) પોતાનું મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે પાછળથી ટેન્કર નં-GJ 03 BW 5678ના ચાલકે પાછળથી ઠોકર મારી માથાના ભાગે ઇજા તથા જમણા ખંભે ભાંગ-ટુટ તથા જમણા હાથે છોલ-છાલ કરી નાશી જતા આ મામલે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.