મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા પર્યાવરણના રક્ષણ માટે સરાહનીય કાર્ય જે કોઈને માટી જોઈતી હોય તેઓ નીલકંઠ મંદિર (શંકર આશ્રમ) નો સંપર્ક કરી શકશે મોરબી : વિધ્નહર્તાની ભક્તિ કરવાનો સુંદર અવસર ગણેશ મહોત્સવ થોડા સમયમાં જ શરૂ થઈ રહ્યો છે. ત્યારે પર્યાવરણની રક્ષા માટે ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીમાંથી બનાવાતી મુર્તીનો જ લોકો ઉપયોગ કરે તે માટે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા સરાહનીય કાર્ય હાથ ધરાયુ છે. જેમાં જે કોઈ માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવા માંગતું હોય એવા લોકોને તદ્દન વિનામૂલ્યે માટી આપશે. મોરબીમાં હમેશા સંવર્ધન સમભાવને અખંડિત રાખવા સમાજ હિતના કાર્યો માટે સક્રિય રહેતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ અને સ્વંયભુ નીલકંઠ મહાદેવ મંદિર (શંકર આશ્રમ) દ્વારા આ વખતે ગણેશ મહોત્સવમાં ખાસ કરીને પર્યાવરણના રક્ષણ માટે માટીમાંથી ગણપતિ દાદાની મૂર્તિ બનાવવા જન જગૃતિ કેળવવવા માટે માટી વિનામૂલ્યે આપવાની પહેલ કરવામાં આવી છે. જેમાં જે કોઇ લોકો માટીમાટી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૃર્તિ બનાવવા માંગતા હોય તેવા લોકોને વિનામૂલ્યે માટી આપશે અને આ માટી સ્વંયભુ નીલકંઠ મહાદેવ મંદિર (શંકર આશ્રમ) ખાતે મળી શકશે. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, મોટાભાગે ગણેશ મહોત્સવમાં પીઓપીની મૂર્તિની જબરી ડિમાન્ડ રહે છે. પણ આ મૂર્તિ સરવાળે પર્યાવરણને નુકસાન કરે છે. આથી માટીમાંથી લોકો ગણપતિ દાદાની મૂર્તિ બનાવીને પૂજા અર્ચના કરે તે માટે લોકોને માટી વિનામૂલ્યે આપવાનું નક્કી કરાયું છે. તેથી યંગ ઇન્ડિયા ગ્રુપ તથા સ્વયંભુ નીલકંઠ મહાદેવ મંદિર દ્વાર મોરબીની ધર્મપ્રેમી જનતાને ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવા માટે વિનામૂલ્યે માટીનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. જેનો લાભ લેવા અનુરોધ છે. માટી મેળવવાનું સ્થળ: સ્વયંભુ નીલકંઠ મહાદેવ મંદિર શંકર આશ્રમ પાસે મોરબી સંપર્ક: મહંત ગુલાબગિરિ - ૮૮૪૯૬ ૬૪૩૯૦ મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..