ડીવાયએસપી સહિતના અધિકારીઓએ કોલેજના વિદ્યાર્થીઓ ઇ-એફ.આઈ.આરની આખી પ્રક્રિયા વિગતવાર સમજાવી મોરબી : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વાહન ચોરી સહિતના કિસ્સાઓમાં ભોગ બનનાર ઓનલાઇન પોર્ટલ ઉપર પોતાની ફરિયાદ નોંધાવી શકે તે માટે ઇ - ફરિયાદ નોંધવાની સિસ્ટમ અમલી બનાવતા મોરબીમાં પોલીસ આ અંગે લોકો જાગૃત થાય તેવા પ્રયાસો હાથ ધરીને મોરબીની કોલેજમાં ઇ-એફ.આઈ.આરનો અવરનેશ કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓ ઇ-એફ.આઈ.આરની આખી પ્રક્રિયા વિગતવાર સમજાવી હતી. મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા એલ ઇ કોલેજમાં આજે ઇ-એફ.આઈ.આર. સીટીઝન પોર્ટલ વિશે માહિતી આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીવાયએસપી બંસલ, પીઆઇ દેકાવાડિયા સહિતના પોલીસ સ્ટાફે કોલેજના વિદ્યાર્થીઓ સહિત સમગ્ર સ્ટાફગણને એફ.આઈ.આર. સીટીઝન પોર્ટલની મહ્ત્વતા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત પી.જી.પટેલ કોમર્સ કોલેજમાં પણ એફ.આઈ.આર. સીટીઝન પોર્ટલ વિશે અવરનેશનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીવાયએસપી પઠાણ તેમજ એ ડિવિઝન પીઆઇ પંડ્યા તેમજ કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્ર ભટ્ટ સહિતના ઉપસ્થિત રહી ડીવાયએસપી પઠાણે વિધાર્થીઓને એફ.આઈ.આર. સીટીઝન પોર્ટલ એપ પહેલા ડાઉનલોડ કરી ગુમ કે ચોરી થયેલા વાહન અને મોબાઈલની કેવી રીતે ઓનલાઈન ફરિયાદ કરી શકાય તેની માહિતી આપી હતી.