મોરબી : મોરબીના તપોવન વિદ્યાલય દ્વારા ફલેશ મોબ થકી ઓઝોન વાયુનું મહત્વ સમજાવી વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીમાં આવેલ તપોવન વિદ્યાલય અને કોમર્સ સ્કૂલ દ્વારા પ્રદુષણ અટકાવવા, ઓઝોનના સ્તરને બચાવવા અને લોકોને જાગૃત કરવા માટે ગત તા. 16ના રોજ વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ફલેશ મોબ થકી પૃથ્વી પર ઓઝોન વાયુનું મહત્વ સમજાવી ઉજવણી કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..