કોરોનાના કારણે કોઈ જરૂરિયાતમંદ પરિવાર કે વ્યક્તિને ભૂખ્યા ન સૂવું પડે તે માટે ચલાવવામાં આવતો સેવાયજ્ઞ મોરબી : મોરબીમાં રોબન હુડ આર્મી દ્વારા ગોદરેજ કંપનીના સહયોગથી જરૂરિયાતમંદ લોકોને અનાજ અને અન્ય ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ કરવાનો સેવા યજ્ઞ શરૂ કરાયો છે. જેના માટે તમામ મોરબીવાસીઓને તેમની આજુબાજુ રહેલા જરૂરિયાતમંદો અંગે જાણકારી આપવાની હાંકલ કરવામાં આવી છે. કોરોના પછી પણ ઘણા લોકો હજુ પણ ઘણી મુશ્કેલીનો સામનો કરે છે. ખાસ કરીને રોજ કમાઈને ખાવા વાળા લોકો અને અને બીજા કે જેમના ઘરમાં કોઈ કમાવા વાળું પણ નથી.તો આ સંજોગો ને ધ્યાનમાં રાખી હેબીટાટ ઇન્ડિયા અને રોબિન હૂડ આર્મીની મદદથી ગોદરેજ કંપનીએ અનાજ અને બીજી ખાદ્ય સામગ્રીની કીટ ગરીબોને વિતરણ કરવાનું આયોજન હાથ ધર્યું છે. જેમાંથી અમુક કીટ મોરબી માટે પણ મોકલાવામાં આવી છે. જેથી ફરીથી રોબિન હૂડ આર્મી ભૂખ્યા સુધી ભોજન પહોચાડવાની સેવા પૂરી પાડશે. વધુમાં રોબિન હુડ આર્મી દ્વારા મોરબીવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તમારી આસ પાસ કોઈ એવા લોકો હોઈ જે નીરાધાર હોઈ તો તેઓની વિગત મો.નં. 7016162121 ઉપર મોકલો. આ સેવામાં કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે અને ડોનેશન આપી શકે છે. ઉપરાંત રોબિન હુડ આર્મીમાં વોલીયન્ટર્સની જરૂર હોય લોકોને તેમાં જોડાવાનું આહવાન કરવામાં આવ્યું છે.