પરિવારજનો સંક્રમિત થયા બાદ નિલેશભાઈ પણ કોરોના પોઝિટિવ આવ્યા : હાલ તેમની તબિયત સારી હોય હોમ આઇસોલેટ મોરબી : મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાના પરિવારજનો કોરોના સંક્રમિત થયા બાદ તેમને પણ શરદી અને કોરોનાના લક્ષણો જણાતા ગઈકાલે નિલેશભાઈએ કોરોના ટેસ્ટ કરાવતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે અને છેલ્લા ચાર - પાંચ દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. કોરોના મહામારીની બીજી લહેર સમયે જનતા માટે દિવસ રાત દોડધામ કરી ઓક્સિજન પ્લાન્ટ સહિતની સુવિધા આપવામાં સિંહ ફાળો આપનાર મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈના પરિવારજનો કોરોના સંક્રમિત બન્યા બાદ ગઈકાલે નિલેશભાઈ જેતપરિયાએ કોરોના ટેસ્ટ કરાવતા તેઓ પણ પોઝિટિવ આવ્યા છે. મોરબી અપડેટ સાથે વાત કરતા નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે તેઓની તબિયત એકદમ સ્વસ્થ છે. અને હાલ તેઓ હોમ આઇસોલેટ થયા છે. વધુમાં છેલ્લા ચાર પાંચ દિવસ દરમિયાન તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેવા અનુરોધ કર્યો છે અને તેઓ તેમજ તેમના પરિવારજનોની તબિયત સારી હોવાનું જણાવ્યું છે.