કોરોનાના સંકટને પહોંચી વળવા માટે સીરામીક ઉધોગકારોનું સરાહનીય આગોતરું આયોજન મોરબી : હાલમાં ચાલી રહેલા કોરોનાનો કહેર જો મોરબીમાં આવે તો મોરબીના નાગરિકોને સારવાર માટે તકલીફ પડે એવું છે તેથી મોરબીની વિવિધ હોસ્પિટલોમાં 10 નવા વેન્ટિલેટર મશીનો મુકવા માટે ઉદ્યોગકારો એક કલાકમાં ૫૦ લાખનો ફાળો ભેગો કરી દીધો હતો આ પૈસામાંથી તેઓ 10 વેન્ટિલેટર મશીનો ખરીદી શહેરની વિવિધ હોસ્પિટલોમાં મુકશે જેથી જો મુશ્કેલ પરિસ્થિતિ સર્જાય તો તેનો સામનો કરી શકાય. મોરબીની તમામ હોસ્પિટલોમાં મળીને હાલમાં માત્ર 9 વેન્ટીલેટર મશીન જ છે તેથી ગઈ કાલે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા, ઈડન ગ્રુપના રાજુભાઈ ધમાસણા, મેટ્રો ગ્રુપના શેખરભાઈ આદ્રોજા, લેકસસ ગ્રુપના હિતેશભાઈ દેત્રોજા, વરમોરા ગ્રુપના પ્રમોદભાઈ વરમોરા તથા અન્ય અગ્રણી ઉદ્યોગકારો મળ્યા હતા ત્યારે આ મુદ્દા પર વાતચીત થતાં તેમણે ત્યારે જ શહેરના વિવિધ ડોક્ટરોને ફોન કરીને કેટલા વેન્ટિલેટર મશીન મૂકી શકાય તેમ છે? તે જાણ્યુ હતુ અને ૧૦ વેન્ટિલેટર મશીન માટે તેમના ઉદ્યોગકારો મિત્રોને ફોન કરીને માત્ર એક કલાકમાં 50 લાખ રૂપિયાનો ફાળો એકઠો કરી લીધો હતો તેમજ શહેરના ડોક્ટરોની મદદથી 10 વેન્ટીલેટર મશીનો તાકીદે મળે તે માટે ઓર્ડર પણ આપી દીધો છે. જેમાં સીરામીક એસોસીએશન, કોલ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન સહિતના જોડાયા છે. વેન્ટીલેટર ઓપરેટરોને પગાર પણ ચૂકવાશે. હાલમાં ક્રિષ્ના હોસ્પિટલ, મંગલમ હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ તથા સદભાવના હોસ્પિટલમાં આ મશીનો મુકવામાં આવશે પરંતુ વેન્ટીલેટર મશીનો માટેનો સ્ટાફ મળતો ન હોવાથી ઉદ્યોગકારોએ આ માટેના સ્ટાફને 3 માસ સુધીનો પગાર પણ તેમના તરફથી ચૂકવી આપવાની તૈયારી દાખવી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/