ઉધોગપતિ વસંતભાઈ ગજેરાએ નોંધારા બાળકોની સાર સંભાળથી માંડી શિક્ષણ આપવાની સુધી જવાબદારી ઉપાડવાની જાહેરાત કરી મોરબી : મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં અસરગ્રસ્તોને બનતી તમામ રીતે મદદરૂપ થવા માનવતા દાખવી સંસ્થાઓ અને ઉધોગપતિઓ આગળ આવ્યા છે. ત્યારે સુરતના અગ્રણી ઉધોગપતિ વસંતભાઈ ગજેરાએ પુલ દુર્ઘટનામાંના અસરગ્રસ્તો મદદરૂપ તૈયારી દર્શાવી આ પુલ દુર્ઘટનામાં નોંધારા બાળકોની સાર સંભાળથી માંડી શિક્ષણ આપવાની સુધી જવાબદારી ઉપાડવાની જાહેરાત કરી છે. મોરબીની ગોઝારી પુલ દુર્ઘટનાના અસંગ્રસ્તોને મદદરૂપ થવા આગળ આવેલ સુરતના અગ્રણી ઉધોગપતિ વસંતભાઈ ગજેરાની શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્યમ સંસ્થામાં નિરાધાર બાળકોને વિનામૂલ્યે શિક્ષણ સહિતની રહેવા જમવા તમામ પ્રકારની સવલતો પુરી પાડવામાં આવે છે. મોરબી પુલ દુર્ઘટનામાં જે માતા-પિતા ગુમાવનાર નોંધારા થયેલા બાળકોને પણ ઉધોગપતિની આ સંસ્થા દ્વારા મદદ કરવામાં આવશે. નોંધારા ઘયેલા બાળકોને વસંતભાઈ ગજેરાની શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્યમ સંસ્થામાં લઈ જવામાં આવશે અને આ નોંધારા બાળકોને તેમની સંસ્થા દ્વારા સાચવવા અને શિક્ષણ આપવાની તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે. એમ બાળકો જ્યાં સુધી પગભર ન થાય ત્યાં સુધી તેમના વાલી બનીને તમામ પ્રકારની જવાબદારી ઉઠાવવાની તેમણે જાહેરાત કરી છે.