મોરબી: કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના દરોમાં કરવામાં આવેલા ઘટાડાને મોરબી જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશને આવકાર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણયથી ઉદ્યોગકારો અને સામાન્ય નાગરિકો બંનેને લાભ થશે.મોરબી જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નીલેશભાઈ દેથરીયાએ જણાવ્યું કે, જીએસટીના દરમાં ઘટાડો થવાથી ઉદ્યોગકારો તેમજ ગ્રાહકોને ખૂબ ફાયદો થશે. આ નિર્ણય બદલ મોરબી જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન પરિવારે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે અને આ નિર્ણયને સરાહનીય ગણાવ્યો છે.