ભારત સરકારના 'સ્વચ્છતા હી સેવા અભિયાન' અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ : જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો અને વસાહતીઓ સફાઈ કાર્યમાં જોડાયામોરબી અપડેટ : ભારત સરકાર દ્વારા ગત 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી 'સ્વચ્છતા હી સેવા અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મોરબી જીઆઇડીસી વિસ્તારમાં એક સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે 10:00 થી 10:30 વાગ્યા સુધી જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો તેમજ વસાહતના ઉદ્યોગકારો દ્વારા વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં તમામ લોકોએ ઉત્સાહપૂર્વક જોડાઈને ઔદ્યોગિક વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો. મોરબી જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત આ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ દેથરીયા, સેક્રેટરી ઋષિભાઈ દફતરી અને ટ્રેઝરર મહેશભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રમદાન કર્યું હતું. આ ઉપરાંત સફાઈ ઝુંબેશમાં પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સોની, સનતભાઈ કાંસુન્દ્રા, ભરતભાઈ અઘારા, યોગેશભાઈ મારૂ, અશોકભાઇ મીસ્ત્રી, નીલેશભાઈ વેદ, પ્રવીણભાઈ, અરવિંદભાઈ બરાસરા અને પ્રકાશભાઈ સહિતના જીઆઇડીસી વસાહતના અનેક ઉદ્યોગકારોએ પણ સફાઈ કાર્યક્રમમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું હતું. તમામ આગેવાનો અને ઉદ્યોગકારોએ જાતે જ સાવરણા પકડીને જીઆઇડીસી વિસ્તારમાં સાફ-સફાઈ કરી હતી અને 'સ્વચ્છ ભારત'ના નિર્માણમાં મોરબીના ઔદ્યોગિક એકમોની પ્રતિબદ્ધતાને સાર્થક કરી બતાવી હતી.#Morbi #GIDC #SwachhataHiSeva #CleanIndia #MorbiNews #MorbiUpdate