મોરબી : આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અગરિયા બહુહેતુક કેન્દ્ર ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી તેમજ અગરિયા હિતરક્ષક મંચ દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ઔદ્યોગિક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વિરેન્દ્રભાઈ પટેલ, દિપકભાઈ, અગરિયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લા કોડિનેટર મારુતસિંહ બી.બારૈયા, દેવાભાઈ તેમજ મોટી સંખ્યામાં અગરિયા ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વિરેન્દ્રભાઈ પટેલે મહિલાઓને પગભર બનાવવા માટેની માનવ કલ્યાણ યોજના વિશે ચર્ચા કરી હતી.તેમજ અગરિયાઓને મીઠું પકવવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા 80% સબસિડીની સોલાર પંપની યોજના છે તે અંગે માહિતગાર કર્યા હતા. આ સેમિનારમાં ભાઈઓ-બહેનો મળી 100થી વધુ વ્યક્તિઓ હાજર રહ્યા હતા.