મોરબી જિલ્લાના યુવાનો માટે રોજગારીની સુવર્ણ તક, આઈ.ટી.આઈ વાંકાનેર ખાતે યોજાશે ભરતીમેળોવાંકાનેર : મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આગામી 08 મેના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર વિનિમય કચેરી - મોરબી દ્વારા આયોજિત આ મેળામાં વિવિધ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોની સીધી પસંદગી કરવામાં આવશે.ભરતીમેળાની વિગતો અને સમયઆ ભરતીમેળો તા. 08/05/2026 ના રોજ સવારે 11:00 કલાકે આઈ.ટી.આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર - રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે યોજાશે. આ પ્રક્રિયામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ ઉદ્યોગગૃહો અને નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી હાથ ધરશે. લાયકાત અને જરૂરી દસ્તાવેજો• શૈક્ષણિક લાયકાત: નોનમેટ્રીક, SSC, HSC, ITI અથવા સ્નાતક.• વય મર્યાદા: 18 થી 35 વર્ષ.• જરૂરી દસ્તાવેજો: શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા.ઈચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ અસલ દસ્તાવેજો અને નકલો સાથે સ્વખર્ચે નિયત સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે.નોંધણી વગર પણ મળી શકશે પ્રવેશમોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવ્યા અનુસાર, જે ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી ખાતે અગાઉ નામ નોંધણી નથી કરાવી, તેવા ઉમેદવારો પણ આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે.#MorbiUpdates #Wankaner #JobFair #EmploymentNews #GujaratJobs #MorbiNews #CareerOpportunity