આઈટીઆઈ ટંકારા ખાતે યોજાનારા ભરતી મેળામાં 18 થી 35 વર્ષના ઉમેદવારો ભાગ લઈ શકશેટંકારા: મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા એક મહત્વપૂર્ણ તક પૂરી પાડવામાં આવી છે. આગામી 16-05-2026 ના રોજ ટંકારાના આઈટીઆઈ ખાતે સવારે 11:00 કલાકે વિશાળ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.રાજકોટ-મોરબી હાઈવે પર રામદેવપીરના મંદિર પાસે આવેલી આઈટીઆઈ ટંકારા ખાતે યોજાનારા ભરતી મેળામાં જિલ્લાના પ્રતિષ્ઠિત એકમો ભાગ લેશે અને લાયકાત ધરાવતા યુવાનોની સ્થળ પર જ પસંદગી કરશે. જેમાં ધોરણ 9 પાસથી લઈને સ્નાતક (Graduate) અને આઈટીઆઈ (ITI) પાસ સુધીની લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષના ઉમેદવારો ભાગ લઈ શકશે.રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), પાસપોર્ટ સાઈઝના ફોટા અને બાયોડેટા સાથે હાજર રહેવાનું રહેશે. જે ઉમેદવારોએ રોજગાર કચેરીમાં નામ નોંધણી નથી કરાવી, તેઓ પણ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. જિલ્લાના મહત્તમ યુવાનો આ તકનો લાભ લે તેવો અનુરોધ રોજગાર અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે.#Morbi #Tankara #JobFair #Employment #Career #MorbiUpdate #ITI #Recruitment2026 #GujaratJobs