જેલના રેન્જ આઈજી ગીરીશ પંડ્યા મોરબીની મુલાકાતે, તેઓ પ્રભારી રેન્જ આઈજી હોવાથી એ ડિવિઝનની પણ મુલાકાત લીધીમોરબી : સૌરાષ્ટ્ર જેલના રેન્જ આઈજી ગીરીશ પંડ્યાએ આજે મોરબી જેલની મુલાકાત લીધી હતી. રેન્જ આઈજી તરીકે નિમણૂક થયા બાદ આ તેમની પ્રથમ મોરબી મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ મોરબી જેલનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત મોરબીના અમરેલીમાં નિર્માણ પામનાર જેલ અંગે વિગતો પણ આપી હતી. ગીરીશ પંડ્યાએ કેદી સુધારણાના કામને અગ્રતા આપવાની વાત કહી હતી અને કેદીઓને મળતી સવલતો અંગે માહિતી મેળવી હતી. તેઓએ જણાવ્યું હતું કે મોરબીમાં અમરેલી ગામ પાસે આગામી એકાદ વર્ષમાં નવી જેલ બનવા જઈ રહી છે. આ નવી જેલ માટેની મંજૂરી અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવશે. નવી જેલમાં અન્ય જેલોની જેમ ઔદ્યોગિક વિભાગો કાર્યરત થશે જેથી કેદીઓને કામ મળી રહે અને સુવિધાઓમાં વધારો થાય.સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરતા તેમને જણાવ્યું હતું કે હાલ જેલના બહારના વિભાગમાં CCTV કેમેરા લગાવવામાં આવશે. વધુમાં, એકથી વધુ ગુના કરતા રીઢા ગુનેગારોને કોર્ટમાં લઈ જવાના બદલે વિડીયો કોન્ફરન્સથી જ રજૂઆત કરવામાં આવે તે માટેની સુવિધા પણ ઉપલબ્ધ છે. હાલમાં મોરબીમાં ૫૦ ટકાથી વધુ કેદીઓને વિડીયો કોન્ફરન્સથી રજૂ કરવામાં આવે છે, જેને વધારીને ૭૦ થી ૮૦ ટકા સુધી લઈ જવાનો પ્રયાસ છે.ઉલ્લેખનીય છે કે તેઓ પ્રભારી રેન્જ આઈજી હોવાના કારણે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ પોલીસ સ્ટેશનોમાં આવતી અરજીઓ અંગે પણ માહિતી મેળવી અરજીઓનો ઝડપથી નિકાલ થાય તે માટે તાકીદ કરી હતી.#Morbi #MorbiUpdate #MorbiJail #GirishPandya #GujaratPolice #JailReforms #MorbiNews