મોરબી : મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે ઉપર ટ્રક ચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે. જેના કારણે ભારે હાલાકી પડી રહી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ સાથે જિલ્લા ટ્રાફીક પોલીસ ટ્રાફીકના નિયમોનુ પાલન કરાવે તેવી માંગ છે. ટીંબડી ગામના પાટીયા પાસે ભુતકાળમાં મોટા અકસ્માત સર્જાયા છે. ટીંબડી ગામ આસપાસ ઉદ્યોગો હોવાથી ટીંબડી ગામ તરફ જવાનો રસ્તો છે જ્યાં આડેધડ ટ્રક પાર્ક કરેલા હોવાથી ટીંબડી ગામ તરફથી આવતા વાહનોને દેખાતું નથી અને હાઈવે ઉપર ચડતા જ ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. મોરબી ટ્રાફીક પોલીસ સફાળુ જાગીને ટીંબડી ગામના પાટીયા પાસે અડીંગો જમાવી આડેધડ પાર્કિંગ કરનાર ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિકોએ ઉઠાવી છે.