મોરબી : મોરબી શહેરમાં ક્રિકેટ ગ્રાઉન્ડના રીનોવેશનના કામ માટે 25 લાખની ગ્રાન્ટ પાસ કરવામાં આવી હતી. જેમાં તંત્રની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોય તેવું જોવા મળી રહ્યું છે. જેને લઈને ક્રિકેટરોમાં નારાજગી વ્યાપી છે.મળતી માહિતી અનુસાર, મોરબીની ક્રિકેટ ગ્રાઉન્ડમાં સિમેન્ટ રેતી વગેરે માલસામન હોવા છતાં કોઈ પાણી છાંટવું પડે તેમાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. મોરબીના રાજાએ રમત-ગમત માટે, લોકોને ચાલવા માટે, ફિટનેસ માટે, યુવાનોને ભરતીની તૈયારી માટે આ ગ્રાઉન્ડ આપ્યું હતું.આ દરમ્યાન ગ્રાઉન્ડની ફરતે લોખંડની રેલિંગ હતી. તે પણ ચોરી થઈ જાય છે. તેમ છતાં આ ગ્રાઉન્ડની સારસંભાળ રાખવામાં તંત્ર દ્વારા ધ્યાન અપાતું નથી. આ અંગે સ્થાનિકો દ્વારા અનાર-નવાર રૂબરૂ રજુઆત કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા 25 લાખમાં શું થાય એવા બહાના બતાવવામાં આવી રહ્યા છે. ત્યારે તંત્રની આ સમારકામને 2 મહિનાથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં તેનો ઉકેલ ન આવતા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ સ્પષ્ટ ચિત્ર જોવા મળે છે. જેને લઈને શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.