દંપતી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી તાલુકાના રફાળીયા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. આ બનાવમાં દંપતી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગઈકાલે તા. 11ના રોજ રફાળીયા ગામમાં આરોપીઓ જયશ્રીબેન પુનાભા ગઢવી અને તેના પતિ પુનાભા પંચાણભા ગઢવી પોતાના મકાનમાં ગેરકાયદે આધાર વગર દેશી પીવાનો દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઇ હતી. પોલીસે ઠંડો આથો લીટર 300 (કિ.રૂ. 600) તથા દારૂ ગાળવાના સાધનો જેમાં ગેસનો લોખંડનો ચુલો 1 નંગ (કિ.રૂ. 200) તથા ઇન્ડેન કંપનીના ગેસના બાટલા 2 નંગ (કિ.રૂ. 5000) તથા સ્ટીલના પાઇપ 3 નંગ પ્લાસ્ટીકની નળી સાથે જોઈન્ટ (કિ.રૂ. 300) તથા ટીનનું તગારૂ 1 નંગ (કિ.રૂ. 200) તથા દેશી દારૂ 40 લીટર (કિ.રૂ. 800) મળી કુલ કિ.રૂ. 7100ના મુદામાલ કબ્જે કર્યો છે. હાલમાં પોલીસે બનાવની આગળની કાર્યવાહી હાથ ધરી છે.